રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે આ કોરોના કાળમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝિંકાતા ગૃહિણીઓની હાલત કફોડી બની છે. આઠ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 30 થી 40 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
આ વર્ષે સીંગતેલનો ભાવ 2700ને પાર પહોંચ્યો છે. ગત વર્ષે સિંગતેલનો ડબો 2200 રૂપિયા હતો. એક વર્ષમાં સીંગતેલમાં ભાવમાં 700 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલમાં ડબે આઠ દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબો 2450 થી 2500ની સપાટીએ પહોંચ્યો છે.
કપાસિયા તેલના ભાવ ગત વર્ષે 1370 થી 1400 રૂપિયા હતા. એક વર્ષમાં કપાસિયા તેલના ડબે રૂપિયા એક હજારનો વધારો થયો છે. પામોલોન તેલના ભાવ 2100 રૂપિયા ભાવ છે. ગયા વર્ષે 1150 થી 1200 રુપિયા ભાવ હતો. પામોલિન તેલના પણ એક વર્ષમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. સનફલાવરના ભાવ 2700 રૂપિયા ડબાનો ભાવ હતો. ગત વર્ષે 1500 રૂપિયા ભાવ હતા. એક વર્ષમાં સનફ્લાવર તેલમાં 1200 રૂપિયા વધારો થયો છે.