રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ (Coronavirus) ઘટી રહ્યું છે. તેમ છતાં રાજકોટ સિવિલમાં બે દિવસમાં 100થી વધુ દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિવિલમાં 41 દર્દીના મોત થયા છે. જે પૈકી કોરોનાથી મોત અંગે આખરી નિર્ણયડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે 67 દર્દીઓના મોત થયા હતા, જે પૈકી 9 દર્દીઓના કોરોનાથી મોત થયા હોવાનો ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ આપ્યો છે.  રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 48,338 પર પહોંચી છે. જ્યારે 43,517 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. 581 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં શનિવારે 9736 લોકોએ કોરોનાની રસી લીધી હતી.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો હતો. શનિવારે રાજ્યમાં ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા હતા અને ૧૧૯ના મૃત્યુ થયા હતા. આ સાથે જ ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે.  ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.


વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,87,224  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 31,15,821  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,34,03,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે 18થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39,790 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.


Ahmedabad Corona Cases: રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના 30 ટકા માત્ર આ શહેરના, કુલ કેસની સંખ્યા બે લાખને પાર


કોરોના પછી ગુજરાતમાં કયો રોગ મચાવી રહ્યો છે કહેર ? રૂપાણી સરકારે આ શહેરોમાં અલગ વોર્ડ શરૂ કરવાનો લીધો ફેંસલો