પહેલા હોસ્પિટલમાં બેડ, પછી રેમડેસિવિર ઈંજેકશન અને ઓક્સિજન બાદ હવે મૃત્યુના પ્રમાણપત્ર માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેંટરમાં મૃત્યુના પ્રમાણપત્ર લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. રાજકોટમાં કોરોનાએ કેવું તો તાંડવ મચાવ્યું છે તેની લાઈનો સાબિતી આપી રહ્યા છે.


મૃત્યુના પ્રમાણપત્ર માટે રાજ્ય સરકારે નિર્ણય તો કર્યો કે હવે કચેરીના બદલે સીધા જ ઓનલાઈન મળી રહેશે. પરંતું ઓનલાઈન પોર્ટલમાં ટેકનિકલ ક્ષતિઓના કારણે  મરણના દાખલા ન મળતા લોકોએ હવે ઓફલાઈન દાખલા માટે લાઈનો લગાવી રહ્યા છે. લોકોને ઓનલાઈન મૃત્યુ પ્રમાણપત્ર ન મળતા સિવિક સેંટરો પર દાખલાઓ માટે લોકોની લાઈનો લાગી છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10,  વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 9, સુરત 3,  જામનગર-5,  બનાસકાંઠા 2,  કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0,  ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશન 4,  સાબરકાંઠા 4, ભાવનગર 7,  જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6,  વલસાડ 1,  ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1,  પોરબંદર 1,  ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140  લોકોના મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309,  વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439,  ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397,  જામનગર કોર્પોરેશન- 393, સુરત 347,  જામનગર-319,  બનાસકાંઠા 199,  કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159,  ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155,  જૂનાગઢ કોર્પોરેશન 148,  સાબરકાંઠા 141, ભાવનગર 140,  જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127,  વલસાડ 125,  ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49,  પોરબંદર 44,  ડાંગ 26 અને બોટાદ 14  સાથે કુલ 12820 કેસ નોંધાયા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,25,73,211  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.