રાજકોટઃ  રાજકોટમાં 46 પરિવારના પ્લોટ પચાવી ગયા હોવાનો ભાજપના અગ્રણી નેતા નરેંદ્ર સોલંકી અને આપાગીગાના ઓટલા મહંત રાજુ બોરીચા સામે આરોપ લાગ્યો છે. ત્યારે તેમણે 46 પરિવારના પ્લોટને પચાવી પાડ્યાના આરોપને ખોટા ગણાવ્યા હતા.


મળતી જાણકારી અનુસાર,  ગઈકાલે રાજકોટના 46 પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેમના પ્લોટ ભાજપના નરેંદ્ર સોલંકી અને રાજુ બોરીચાએ પચાવી પાડ્યા છે. રાજકોટ નજીક વાવડી ખાતે નવનાથ પાર્ક નામની સૂચિત સોસાયટીના પ્લોટને ખસેડી ભાજપના બંને નેતાઓએ પોતાના પ્રોજેક્ટ મૂકી દીધા છે. પરિવારોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે અમારી મરણમૂડી સમાન પ્લોટને ભૂમાફિયાથી બચાવવામાં આવે. જો કે, ભાજપ નેતા નરેંદ્ર સોલંકીએ ફરિયાદી પરિવારના આરોપોને ફગાવી કહ્યું હતું કે, હાલમાં મારું ત્યાં બાંધકામ ચાલુ છે.


તેઓની મરણમૂડી સમાન પ્લોટને ભૂમાફિયાથી બચાવવામાં આવે તેવી પ્લોટ ધારકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આ સાથે લેંડ ગ્રેબિંગની પણ જિલ્લા કલેકટરને કરાઈ હતી આમ છતા તેને ધ્યાનમાં ન લેવાઈ તેવો પણ આરોપ લગાવાયો છે.


વન રક્ષકની ભરતી


વન રક્ષકની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 27 માર્ચે વન રક્ષકની ભરતી માટે પરીક્ષા યોજાશે. 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આર્થિક અનામતના લાભ લેવા ફોર્મમાં ઉમેદવારો ઓનલાઇન સુધારો કરી શકશે. નવેમ્બર 2018 મા 334 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઇ હતી.


સરકારને ખુદ ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસો નહિ. વન વિભાગમાં વન રક્ષકની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળના બદલે ગુજરાત યુનિવર્સિટી મારફતે યોજવાનું નક્કી કર્યુ. 


 


Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક


Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં


Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'


LIC IPO: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ LIC IPOને મંજૂરી આપી, હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ