રાજકોટ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટમાં પ્રેસ કોફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં થોડો વરસાદ પડતા જ રસ્તાઓ પર ખાડા પડી જાય છે. અનેક વિસ્તારોમાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો. આ ઉપરાંત અલગ અલગ બ્રિજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે.


 રાજકોટમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ઘેડ વિસ્તારનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઘેડ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને હજી સુધી કોઈ પણ જાતની સહાય આપવામાં આવી નથી. ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે. અમારા નેતા અર્જુનભાઈએ મુલાકાત કરી હતી. અમે વિધાનસભામાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવીશુ. આ પહેલા પણ અનેકવાર અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઘેડ વિસ્તારના પ્રશ્નનું કાયમી નિરાકરણ થવું જોઈએ.


કચ્છ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે. જે પેકેજ જાહેર થયા છે તે વળતર તાત્કાલિક ચુકવવામાં આવે. અમદાવાદથી રાજકોટના હાઇવેને લઈને પણ કોંગ્રેસ નેતાએ રાજ્ય સરકાર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં હાઈવે અને રોડ રસ્તામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસો જ આપવામાં આવે છે. એક વરસાદ પડે અને ખાડા પડી રહ્યા છે. રાજકોટમાં કાયદાની સ્થિતિ કથળી રહી છે.  સરકારનું શાસન નથી બુટલેગરો અને માથાભારે લોકોનું શાસન હોય તેવું લાગે છે.


હનીટ્રેપમાં ફસાયો BSFનો પટાવાળો


કચ્છ BSFના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા શખ્સની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાની હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાની માહિતી સામે આવી છે. આ માહિતીના બદલામાં 25 હજારથી વધુ રૂપિયા પણ મેળવ્યા હતા. આરોપી જાન્યુઆરીથીથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો. મળતી માહિતી પ્રમાણે પેટીએમ મારફતે પેમેન્ટ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે.


આ યુવક અદિતિ નામની યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. આરોપી અદિતિ નામની યુવતીને માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાઈ યુવકે પાકિસ્તાન માટે જાસુસી કરી હોવાની માહિતી સામે આવી છે. વોટસએપ મારફતે અદિતિ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. આરોપી દ્વારા આસપાસના વિસ્તારોમાં નવા બાંધકામ કે અન્ય ડેવલેપમેન્ટ કામ વિશે માહિતી આપવામાં આવતી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial