Divya Darbar: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે હિપનોટાઇઝ કરી પૈસા પડાવ્યાનો લાગ્યો આરોપ, યુવકે પોલીસમાં કરી અરજી

રાજકોટ: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે.

Continues below advertisement

રાજકોટ: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. અરજીમાં બાબાએ હિપનોટાઇઝ કરીને ખિસ્સું ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ છે.

Continues below advertisement

 

અરજદારને હતું કે, કાર્યક્રમ પૂરો થયા પછી રૂપિયા પરત મળશે પણ કાર્યક્રમ પૂરો થયા બાદ પૈસા પરત ન મળતા અરજી કરવામાં આવી છે. રુપિયા ૧૩ હાજર આપી દીધા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરને બાબા પાસેથી રૂપિયા પરત કરાવે તેવી માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્યદરબાર યોજાયો હતો. આ દરમિયાન એક યુવકે બાબાને કહ્યું કે મારે મંદિર બનાવવું છે પરંતુ મારી પાસે પૈસાની સગવડ નથી. આ વાત સાંભળી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ત્યા હાજર કેટલાક લોકોને કહ્યું કે, તમારા ખીસ્સા ખાલી કરો. 

આ દરમિયાન બાબાએ એક યુવક પાસેથી પણ પૈસા લીધા હતા. તેની રકમ 13 હજાર રુપિયા હોવાની માહિતી સામે આવી છે. હવે આ મામલે યુવકે આરોપ લગાવ્યો છે કે, બાબાએ હિપનોટાઇઝ કરી મારી પાસેથી પૈસા લીધા હતા અને બાદમાં કીધુ હતું કે પૈસા પરત મળી જશે. જો કે બાદમાં પૈસા પરત ન આપ્યા હોવાનો આરોપ ફરિયાદી હેમલ વિઠલાણીએ લગાવ્યો છે. હાલમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

દિવ્ય દરબાર ખાતે બાબા  ધીરેન્દ્ર શાસ્ત્રી નારો લગાવ્યો હતો કે,ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ, પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો. સનાતનીઓએ એક થવું પડશે. એક દિવસ માટે બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે.

તો રાજકોટના બિઝનેસમેન ચેતન પટેલ સાથે પણ બાબાએ વાત કરી હતી. ચેતન પટેલે કહ્યું કયા વગર બાબાએ મારા મનની વાત જાણી, મારા પર દેવું છે તે વાત કરી. તો મોરબીથી આવેલા ચેતનભાઇ ચાવડાએ કહ્યું આજે મારી દીકરીનો બર્થ ડે છે મેં બાબા સાથે વાત કરી ન હતી.. આમ છતાં તેમને મને કહ્યું કે તારી દીકરીનો બર્થ ડે છે. આજે આ દીવ્ય દરબારમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા સહિતના નેતાઓએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના  આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારોએ પણ આશીર્વાદ મેળવ્યા હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola