મળતી માહિતી મુજબ વેરાવળ તાલુકાના આદ્રી ગામના 37 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા 22 મેના રોજ મુંબઈથી આવી હતી અને તે ભાલકા ખાતેના શેલ્ટર હોમમાં કોરેન્ટાઈન હતા.
કોરેન્ટાઈન પિરિયડ પૂરો થતાં કોડીનારનાં મોરવડ ગામે તે તેના પિતાને ઘરે મળવા ગઈ હતી. તેનું આજેઠા પીએચસી સેન્ટર દ્વારા 4 જૂનના રોજ સેમ્પલ લેવામાં આવ્યું હતું જે આજે કોરોના પોઝિટિવ આવ્યું છે.
આ સાથે જ ગિર સોમનાથ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 46 થઈ ગઈ છે. જોકે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 44 લોકો રિકવર થઈને ઘરે ગયા છે જ્યારે 2 લોકો સારવાર હેઠળ છે. જિલ્લાનો રિકવરી રેટ લગભગ 96 ટકા જેટલો છે. જિલ્લામાં એક પણ મોત કોરોનાને કારણે થયું નથી.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2080 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 2307 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.