રાજકોટ: રાજકોટ શહેરમાં હનીટ્રેપમાં ફસાવી બે યુવકો પાસે પૈસા પડાવનાર એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક દંપતી સહિત ચાર આરોપીઓેને ઝડપી પાડ્યા છે. દિવ્યા નામની યુવતીએ મોરબીના બે યુવકોનો સંપર્ક કરી છોકરીઓના ફોટો મોકલ્યા હતા અને મુલાકાત કરાવી આપવાની વાત કરી હતી.

ભોગ બનનાર બંને યુવકોને રાજકોટના કુવાડવા પાસે બોલાવ્યા હતા. યુવકો કુવાડવા પાસે આવતા જ દિવ્યા યુવકોની કારમાં બેસી ગઈ હતી અને ભોગ બનનાર પાસેથી નક્કી થયા મુજબ 10 હજાર રૂપિયા લઈ લીધા હતા. જો કે, આ સમયે અહીં વિજય ગરચર, ગુણંવત મકવાણા અને અશોક કોળી નામના શખ્સો આવી પહોંચ્યા હતા. યુવકોને ધમકાવી વધુ 16 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

વધુ પૈસા માટે એક યુવકને પોતાના કબજામાં રાખ્યો જ્યારે અન્ય યુવકને પૈસા લેવા માટે મોકલ્યો હતો. જો કે, પૈસા લેવા ગયેલા યુવકે પોલીસને સંપર્ક કરતા પોલીસે છટકુ ગોઠવી તમામ આરોપીઓને ઝડપી મોરબીના યુવકને મુક્ત કરાવ્યો હતો.