Breaking News Live Update: Morabi Bridge collapse: મોરબી ઝુલતા પુલના 22 કેબલ કાટવાળા હોવાથી સર્જાઇ દુર્ઘટના: SIT

રાજકોટ આંનદ બાંગલા ચોકમાં  નજીક અસામાજિક તત્વોઓએ મોડી રાત્રે આંતક મચાવ્યો હતો. માલવીયાનગર પોલીસ સ્ટેશન નજીક અસામાજિક તત્વો બેફામ થયા હતા અને જાહેર રોડ પર પાર્ક કરેલા  વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 20 Feb 2023 04:09 PM

બ્રેકગ્રાઉન્ડ

રાજકોટ આંનદ બાંગલા ચોકમાં  નજીક અસામાજિક તત્વોઓએ મોડી રાત્રે આંતક મચાવ્યો હતો. માલવીયાનગર પોલીસ સ્ટેશન નજીક અસામાજિક તત્વો બેફામ થયા હતા અને જાહેર રોડ પર પાર્ક કરેલા  વાહનોને નુકસાન પહોંચાડ્યું...More

સુરતમાં સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટના સ્થળે જ મોત

સુરત: ડાયમંડ નગરી સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે. સીટી બસના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. આજે ફરી સીટી બસે જૈન સાધ્વીને અડફેટે લીધા છે. સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું છે. ગુરુના અંતિમ દર્શન માટે નીકળેલા સાધ્વીનું સીટી બસ અકસ્માતમાં મોત નિપજતા ચકચાર મચી છે. મકાઈપુલ ખાતે સીટી બસે જૈન સાધ્વીનો ભોગ લીધો છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.