રાજકોટ: રાજ્ય સરકારમાં મંત્રી અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા હતા. ગુંદા ગામે રૈયાણી પરિવારના માંડવામાં મંત્રી રૈયાણી ધૂણ્યા હતા. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ પ્રસંગે રાજકોટ તાલુકાના ગુંદા ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીને માતાજી પર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે. તમને જણાવી દઈએ કે, ગુંદા ગામ અરવિંદ રૈયાણીનું મૂળ ગામ છે. આ પહેલા પણ માતાજીના માંડવા અનેકવાર રૈયાણી ધૂણ્યા હતા.


 



કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
ગાંધીનગરઃ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે.  30 મેના રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરિયા કરશે.


ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે.  જો કે હાર્દિક કે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હાર્દિકના નજીકના વ્યક્તિએ આ માહિતી આપી હતી. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ હાર્દિકે પોતાના નજીકના સાથીઓને ફોન અને મેસેજ કરી 29 અને 30 તારીખે ગાંધીનગર આવવા માટે કહ્યું છે.


Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરાશે. હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગના મુજબ આ વર્ષે ચોમાસુ સામાનય રહી શકે છે. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 27 થી 29 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લઈ આજે તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરે તે પહેલાં તકેદારી માટે પૂરતી કામગીરીને લઈ સરકાર સજ્જ છે.