Saurashtra News: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવાયા છે. તેમના સ્થાને ફરી એક વખત ઇન્ચાર્જ તરીકે નીલાંબરી બેન દવેને મુકવામાં આવ્યા છે. આ પહેલા પણ નીલાંબરીબેન દવે 2018 થી 19 દરમ્યાન આઠ મહિના સુધી ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે. નીલાંબરીબેન દવે હોમ સાયન્સ ભવનના એચઓડી તરીકે ફરજ બજાવે છે, તેમના પતિ આલોક ચક્રવાત ગુરુ ઘાંચીદાસ યુનિવર્સિટીના કુલપતિ છે.


સૌરાષ્ટ્ર યુનિ.માં ઈન્ચાર્જ કુલપતિ તરીકેની પ્રો.ગિરીશ ભીમાણીની કામગીરી દરમિયાન પેપરલીક પ્રકરણ, જામનગરની કોલેજમાં પરીક્ષા ચોરીનું પ્રકરણ, અધ્યાપકોની નિયમ વિરૃધ્ધ ભરતી, સેનેટની ચૂંટણીમાં વિલંબ ઉપરાંત અધ્યાપકોને નોટીસ આપી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ખુબજ ચર્ચાસ્પદ બની હતી. જેનાં કારણે ભાજપ સમર્થિત જૂથનાં આગેવાનોએ જ ગાંધીનગરમાં અનેક વખત રજૂઆત કરીને પ્રો.ભીમાણીને કુલપતિ પદેથી હટાવવાની રજૂઆતો કરી હતી. પરંતુ રાજયના શિક્ષણ વિભાગને સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ પદ માટે યોગ્ય ઉમેદવાર ન મળતો હોવાથી નવી નિમણૂંકમાં વિલંબ થયો હતો. ગઈકાલે મોડી સાંજે શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિ.નાં ઈન્ચાર્જ કુલપતિ પદેથી પ્રો.ગિરીશ ભીમાણીને દૂર કરી તેમની જગ્ય્એ સૌરાષ્ટ્ર યુનિ.નાં હોમ સાયન્સ ભવનનાં વડા અને હોમ સાયન્સ વિદ્યાશાખાના ડીન ડો.નિલાંબરીબેન દવેની નિમણૂંક કરી હતી. ડો.નિલાંબરીબેન અગાઉ સૌરષ્ટ્ર યુનિ.માં ઈન્ચાર્જ કુલપતિ તરીકે આઠ મહિના ફરજ બજાવી હતી. રાજય સરકાર દ્વારા રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે નવો  યુનિવર્સિટીઓ માટે નવો યુનિવર્સિટી કોમન એકટ અમલમાં આવતા યુનિ.માં ઈન્ચાર્જ તરીકે કુલપતિ પદની જવાબદારી વધુમાં વધુ એક વર્ષ સુધી સંભાળી શકાશે. સૌરાષ્ટ્ર યુનિ.ની હોમ વિજ્ઞાાન વિદ્યાશાખાના ડીન અને વિભાગાધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેના પતિ પ્રો.આલોક ચક્રવાલ છતીસગઢની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી તેઓ છતીસગઢ હતા. પરંતુ રાજય સરકારનો આદેશ મળતા તેઓએ આજે ઈ-મેઈલ કરી સૌરાષ્ટ્ર યુનિ.નો કુલપતિ પદનો કાર્યભાર સંભાળી લીધો હતો. રાજકોટ આવી ઓફિસ સર્વીસ દરમિયાન પ્રત્યક્ષ કાર્યભાર સંભાળશે. પ્રો.ભીમાણીને સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિપદેથી હટાવવામાં આવતા આજે વધુ એક વખત તેમના વિવાદાસ્પદ વહીવટના મુદ્દાઓ યુનિ. કેમ્પસમાં ચર્ચાસ્પદ બની રહ્યા હતા.





અત્યાર સુધીમાં ડોક્ટર ગીરીશ ભીમાણી કયા કયા વિવાદમાં રહ્યા

- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માં ગોટાળા થયા..

- ભરતીમાં લાગવગ કરી હોવાના પણ આક્ષેપો થયા..

- લાયકાત વિનાની કોલેજોને મંજૂરી આપવાને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા...

- જામનગરની નાઘેડી કોલેજમાં ડમીકાંડને લઈને પણ આક્ષેપો થયા, નાઘેણી કોલેજમાં ડોક્ટર ગીરીશ ભીમાણી ટ્રસ્ટી હતા....