રાજકોટ: જસદણના આંબરડી ગામની જીવન બોર્ડિંગ સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ અંગે વિગેત વાત કરીએ તો, બાળકે સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિએ ઈલેક્ટ્રીક શોક આપ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળક સાથે આ ઘટના ઘટી છે. નોંધનીય છે કે, વીજશોક આપવાને કારણે બાળકના ચહેરાની ચામડી બળી ગઈ હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે અને લોકો માગ કરી રહ્યા છે કે, આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. 


તો બીજી તરફ જેના પર આક્ષેપ છે તે કિશન ગાંગડીયા નામના વ્યક્તિએ નિવેદન આપ્યું છે. વિધાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ ખોટા છે. વિદ્યાર્થી આંબલી ખાવા ચડ્યો હતો એ સમયે શોક લાગ્યો હતો.  ધાર્મિક જીણાભાઈ મેમરિયા નામના વિર્દ્યાથીને શોક લાગ્યો હતો. પરીવારના સભ્યોએ શાળા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિર્દ્યાર્થીએ સફાઈ કરવાની ના પડતા શાળાના શિક્ષકો શોક દીધો અને માર માર્યાના આક્ષેપ પર શાળાના ગૃહપતિએ નકારી કાઢ્યા છે.


PSIનું હાર્ટ એટેકથી મોત


રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટ એટેકના કારણે મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. બોટાદના પી.એસ.આઈ.નું  પણ હાર્ટ એટેક ના કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મોડી રાત્રે એટેક આવતા થયું મોત થયું હતું. પી.એસ.આઈ.ના મોતને લઈ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.


રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં થયો નોંધપાત્ર પધારો, આંકડો જાણીને ચોંકી જશો


રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108 ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.


કયા શહેરમાં કેટલા કોલ મળ્યાં


અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 1341 કોલ  મળ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા છે. સુરતમાં વર્ષ 2022માં 308 તો વર્ષ 2023માં 386 કોલ મળ્યા છે. રાજકોટમાં વર્ષ 2022માં 289 તો વર્ષ 2023માં 357 કોલ મળ્યા છે. વડોદરામાં વર્ષ 2022માં 228 તો વર્ષ 2023માં 286 કોલ મળ્યા છે.


ફેબ્રુઆરી મહિનો ઘાતક


વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.


જાણો ક્યાં કારણોસર આવે છે સાયલન્ટ હાર્ટ અટેક


જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈપણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને  વોકિંગ  કરતાં રહો. આ દિવસોમાં, સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ... ઘણા લોકો અચાનક મૃત્યુ પામ્યા છે. કારણમાં જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. ચિંતાની વાત એ છે કે આવા લોકો જેમને થોડા સમય પહેલા સુધી હાર્ટ એટેકના કોઈ લક્ષણો નહોતા તેઓ પણ તેનો શિકાર બન્યા છે. નાની ઉંમરે લોકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ દિવસોમાં હાર્ટ એટેકના મોટાભાગના કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. હૃદયરોગ વગર પણ સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ શું છે આ સાયલન્ટ હાર્ટ એટેક.