રાજકોટ: રાજકોટમાં અટલ સરોવર અને નવા રેસકોર્સમાં સહેલાણીઓ સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. નવા રેસકોર્સમાં ખાણીપીણીના સ્ટોલ ખડકી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું, ખાનગી કોન્ટ્રાકટર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થાઓ પણ સાઈન બોર્ડ મરવામાં નથી આવ્યા.
જેના કારણે સહેલાણીઓ મોંઘુ પાણી ખરીદી પીવા મજબૂર બન્યા છે. નવા રેસકોર્સ અને અટલ સરોવરના લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં ખાનગી કોન્ટ્રાકટર અને મળતીયાઓ સામે ફરિયાદો મળી છે. વેકેશન અને રજાના દિવસોમાં ફરવા આવતા નાગરિકો પાસેથી ખાણીપીણી અને પાણીની બોટલની બેફામ વસુલાત સામે લોકમાં રોષ જોવા મળે છે. ઉનાળામાં પીવાના પાણીની વધુ વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે.
લોકો પાસેથી ટિકિટના 20 રુપિયા વસૂલવામાં આવ છે.અટલ સરોવર મહાનગરપાલિકાએ ખાનગી ક્યુબ કન્ટ્રકશનને સંચાલન માટે આપ્યું છે. હાલ ઉનાળાના વેકેશન દરમિયાન સહેલાણીઓની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો છે. ત્યારે મહાનગરપાલિકાએ ખાનગી કોન્ટ્રાક્ટરને આદેશ કરીને સુવિધાઓ વધારવાની જરૂરિયાત છે.
સહેલાણીઓ અહીં ફરવા આવે છે
અટલ સરોવરનું લોકાર્પણ થયું ત્યારથી સતત અહીં સહેલાણીઓનો ફરવા માટે આવતા હોય છે. કોર્પોરેશને મફતના ભાવમાં એજન્સીને અટલ સરોવર ભેટમાં આપી દીધું હોય તેમ સંચાલન સોંપી દીધું છે. જેમાં પ્રથમ 29.50 પૈસાની ટીકીટમાં 50 પૈસા એજન્સીવાળા ખાઈ જતા હોવાની ફરિયાદો લોકાર્પણના બે દિવસ બાદ ઉઠી હતી. હવે 20 દિવસ બાદ અટલ સરોવરમાં ટેન્ડરની શરતોનું ઉલંઘન કરી પ્રાયવેટ ખાણી-પીણીની લારીઓ અટલ સરોવરમાં ખડકી દેવામાં આવી હોવાની ફરિયાદો થઈ રહી છે. આ સાથે જ ખાણી પીણીના અને પાણીની બોટલના ભાવ ત્રણ ગણા વસુલાતા સહેલાણીઓમાં રીતસરનો દેકારો બોલી ગયો છે.
અટલ સરોવરના લોકાર્પણ વખતે લોકો દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, સહેલાણીઓ પોતાની સાથે ખાણીપીણીની વસ્તુઓ અટલ સરોવરમાં લઈ જઈ શકશે કે નહીં. જેની સામે તંત્રએ સ્વચ્છતાનું બહાનું આગળ કરી અટલ સરોવરની અંદર ખાણી-પીણીની વસ્તુઓ લઈ જવાની મનાઈ કરી હતી. એજન્સી દ્વારા ચલાવાતા ફૂડ ઝોનમાં બ્રાન્ડેડ વસ્તુના ભાવ પ્રીન્ટ લેવાની સુચના આપી હતી. પરંતુ લાઈવ બનતું ફરસાણ અને અન્ય આઈટમોમાં એજન્સી પોતાની રીતે ભાવ લઈ શકશે તેમ જણાવી લૂંટનો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.