Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર શરુ, રેસકોર્સમાં ઉમટ્યું માનવ મહેરામણ

Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે.

gujarati.abplive.com Last Updated: 01 Jun 2023 08:13 PM
રેસકોર્સમાં માનવ મહેરામણ ઉમટ્યું

રાજકોટના રેસકોર્સમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પહોંચ્યા છે. આજથી બે દિવસ રાજકોટમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોંચ્યા પૂર્વ સીએમ રુપાણી

રાજકોટ ખાતે થોડીવારમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેમાં ભાગ લેવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે. વિજય રૂપાણીએ અવસરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે તેથી તે સનાતન ધર્મનો વિરોધ કરે છે.

સીનિયર સીટિઝન માટે અલગ ખુરશીની વ્યવસ્થા

સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે1250થી વધુ કાર્યકરોની ફોજ આ માટે સતત કામે લાગી છે. એટલુ જ નહીં અહીં દિવ્ય દરબારમાં વિનામૂલ્ય પાણીચાનાસ્તોછાશ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દરબાર સ્થળે ઉમટી ભીડ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સ્થળે મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે.  ભવ્ય દરબારમાં આવતા ભક્તો માટે 12 સ્થળે પાકિંગ બનાવવામાં આવ્યા છે. તે સિવાય દિવ્ય દરબામાં 10 એન્ટ્રી ગેટ ઉભા કરવામાં આવ્યા છે. ત્રણ હજાર સ્વયંસેવકની ટીમો પણ તૈનાત રહેશે. 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા અને 12 દરવાજામાંથી ભક્તોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેતા ભાજપના નેતાઓ

આજે રાજકોટ ખાતે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા પહોંચ્યા હતા. લોકગાયક કીર્તિદાન ગઢવી બાદ હવે રાજભા ગઢવી પણ બાબાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. કિંગ્સ હાઇટ્સ ખાતે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ પણ બાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ચમત્કારિક હનુમાનજી મંદિર પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

રાજકોટના કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂજા અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનું અહીં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબાએ મહાદેવ અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.

લગ્ન અંગે સવાલ કરતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું

આજે રાજકોટ ખાતે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આ પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રેસ કોફરન્સ કરી હતી. આ પ્રેસમાં બાબાએ વીઆઈપી કલ્ચરને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મારો કોઈ વીઆઈપી દરબાર નથી. તો બીજી તરફ એબીપી અસ્મિતાએ બાબાને જેબ મે હનુમાન રખના વાળા નિવેદન પર સવાલ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે, જેબ મે હનુમાનજી રખના કા મતલબ હૈ મેને જો સાધના કી હૈ મે ગુજરાત કે લોગો કો દેને કે લિયે આયા હું. બાબાએ હિંદુ રાષ્ટ્રની વાત કરી અને સનાતન ધર્મની પણ વાત કરી. બાબા બાગેશ્વરએ વિજ્ઞાન જાથાને રાવણના વંશ જ કહ્યા હતા. જ્યારે લગ્ન અંગે બાબાને સવાલ કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, બીના સાદી કે હમ પ્રસંન્ન હે.

બ્રેકગ્રાઉન્ડ

Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારમાં આવતા ભક્તો માટે 12 સ્થળે પાકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સિવાય દિવ્ય દરબામાં 10 એન્ટ્રી ગેટ ઉભા કરવામાં આવ્યા છે. તે સિવાય ત્રણ હજાર સ્વયંસેવકની ટીમો પણ તૈનાત રહેશે. આયોજકોનો દાવો છે કે એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના છે. વી.આઈ પી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.