Rajkot Fire Incident: ગુજરાતમાં આજે આગની ઘટનાનો દિવસ હોય તેમ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી છે. આજે સવારે ડીસામાં GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં 10 વધુ શ્રમિકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા, હવે રાજકોટમાં સાબુની ફેક્ટરીમાં આગ લાગી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા નવાગામની એક સાબુની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે 10 કીમી સુધી ધૂમાડાના ગોટા જોવા મળી રહ્યાં હતા. હાલમાં આગ પર કાબુ મેળવવા માટે 5થી વધુ ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે.  

ડીસા બાદ આજે રાજકોટમાં પણ આગની ઘટનાથી અફરાતફરી મચી ગઇ છે. રાજકોટમાં સાબુ બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. આ ફેક્ટરી રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા નવા ગામ વિસ્તારમાં આવેલી છે, રાજકોટ નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો છે. જે.કે કૉટેજ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભયંકર છે કે તેના ધુમાડા 8 કિલોમીટર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને તંત્ર દ્વારા 500 મીટર સુધીના વિસ્તારનો કૉર્ડન કરવો પડ્યો હતો. આગની જ્વાળાની લપેટો 10 કિલોમીટર દુર સુધી જોવા મળી હતી. હાલમાં આગને હોલવવા પાંચથી વધુ ફાયર ફાઇટરો કામે લાગ્યા છે. તંત્ર દ્વારા મજૂરોને પણ ફેક્ટરીમાંથી બહાર કાઢવાની કામગીરી કરાઇ રહી છે. 

ડીસામાં પણ આગની ઘટનાડીસા GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ સમયે 20 થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા.. આગથી 5થી વધુ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. તો 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે. અત્યારે ગોડાઉનમાંથી શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજુ પણ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો યથાવત છે. મહત્વનું છે કે આજના દિવસમાં રાજ્યમાં આગની આ બીજી મોટી ઘટના છે.. પહેલી ઘટના જૂનાગઢના જીઆઇડીસી વિસ્તારની છે જ્યાં બારદાનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જો કે સદનસીબે જુનાગઢની આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.