રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઈને મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે. નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ અભય ભારદ્વાજની તબિયત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત સારી છે. ECMO ટ્રિટમેન્ટ બાદ અભય ભારદ્વાજની સ્થિતિ હાલમાં સારી છે. રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હજુ પણ 2 થી 3 દિવસ સુધી ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવશે.


ECMO ટ્રીટમેન્ટ ઓછી કરી પોતાની જાતે ઓક્સિજન લઇ શકે તે માટે તબીબો દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. હાલના સમયમાં અભય ભારદ્વાજને ECMO ટ્રીટમેન્ટ આપવી ફરજીયાત છે. તેમણે રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, રિકવરી રેટમાં વધારો થયો. ખાલી બેડ 500 હતા, આજે એક હજાર કરતા વધુ છે. વહીવટી તંત્ર સજ્જ છે લોકો ચિંતા ન કરે. લોકો માસ્ક પહેરે અને સાવચેતી રાખે.