ભાજપના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે આવ્યા મોટા સમાચાર, અઢી મહિનાથી લઈ રહ્યા છે કોરોનાની સારવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Nov 2020 09:45 AM (IST)
આગામી થોડા દિવસોમાં આપવામાં હોસ્પિટલમાંથી ડીસચાર્જ આવી શકે છે. ડિસ્ચાર્જ આપ્યા બાદ રાજકોટ લાવવામાં આવશે.
રાજકોટઃ ગુજરાત ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ, અભય ભારદ્વાજની ચેન્નઈ ખાતે સારવાર ચાલી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે, ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે. ચેન્નઇ ખાતે આપવામાં આવેલ સારવારથી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આપવામાં હોસ્પિટલમાંથી ડીસચાર્જ આવી શકે છે. ડિસ્ચાર્જ આપ્યા બાદ રાજકોટ લાવવામાં આવશે. સાંસદ અભય ભારદ્વાજના ફેફસા ફરી જાતે કાર્યરત થતા રજા આપવામાં આવશે. એકમો ટ્રીટમેન્ટની મદદથી તબિયતમાં સુધારો થયો છે. નોંધનીય છે કે, છેલ્લા અઢી મહિનાથી કોરોનાની સારવાર પછી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની ચેન્નઇની MGM હોસ્પિટલ ખાતે ફેફસાની સારવાર લઈ રહ્યા છે. ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ સારવાર કરી રહ્યા છે. અગાઉ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હોવાનું તેમના ભાઇ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. વિખ્યાત ડો. કે. આર. બાલાક્રિષ્નન ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. કોરોના કાળમાં અને તે પહેલાં અનેક કપરાં કેસોમાં ડૉ. બાલાક્રિષ્નન સફળતા મેળવી ચૂક્યાં છે.