રાજકોટ: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલે રાજકોટમાં પેજ કમિટીને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. સીઆર પાટીલે કહ્યું, મંત્રી અરવિંદ રૈયાણીના વિસ્તારમાં પેઈજ કમિટી અધૂરી છે. લાખો કાર્યકરો હોવા છતા કેમ પેઈજ કમિટી ન બની. વિધાનસભા ટિકિટ જોઈએ છે, મંત્રી બની ગયા પણ પેઈજ કમિટીના કામ ન થયા.
રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કાર્યકારોને સંબોધન કર્યું હતું. રાજકોટના ધારાસભ્યો,સાંસદો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. કાર્યકરોને સામાજિક કામો કરવા સંબોધન કર્યું. ગાયોના પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ભાજપના કાર્યકરો કામ કરે.
રાજકોટમાં પાર્ટીના પેઈજનું કામ 100 ટકા નથી થયું. આ ટકાવારી ખોટું બોલવા માટે આગળ પડતી હોય છે. રાજકોટમાં પેઈજ કમિટીનું કામ 100 ટકા થયું નથી. પેઇજ કમિટીનો ફિગર કાલે આપો. રાજકોટ શહેરી વિસ્તાર છે લાખો કાર્યકર્તા છે છતાં કેમ પેઈજ કમિટી ન બની ?. અરવિંદ રૈયાણીના મત વિસ્તારમાં પણ પેઈજ કમિટી અધૂરી છે. વિધાનસભા ટિકિટ જોઇએ છે મંત્રી પણ બની ગયા છતાં પેઈજ કમિટી કામ પૂર્ણ નથી થયું મને આ પસંદ નથી.
રાજકોટમાં મેયર બંગલા ખાતે સીઆર પાટીલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી તથા વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને પક્ષના અન્ય પદાધિકારીઓ સાથે ટુંકી બેઠક યોજી હતી. રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. બાદમાં તેઓ વાંકાનેર કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.
આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા
રાજ્યમાં આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે. જેના કારણે મોબાઈલ કનેક્ટિવિટી બંધ થઈ જશે. પરીક્ષમાં ગેરરિતી ન થાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી મામલે DGP અને PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી હતી. 6 માર્ચના યોજાવાની PSI ભરતીની લેખિત પરિક્ષા યોજાવાની છે.
ભરતી બોર્ડમાં કેન્દ્ર સંચાલકો સાથે મીટીંગ થઈ છે. પરીક્ષા લઈને 75 પાના ની એક એસઓપી નક્કી કરી છે. છેલા અમુક વર્ષોમાં ભરતી પરીક્ષાની અમુક બાબતો ધ્યાને છે, અમુક ભરતીના પેપર લીક પણ થયા છે. આ બાબતને ધ્યાને રાખી પીએસઆઈ બોર્ડના અધ્યક્ષતાના નાતે બધી જ બાબત ને ગંભીરતાથી લેવામાં આવી છે.
આવતીકાલે 9 થી 11 પોલીસ ભરતી પરીક્ષા યોજાશે. કોરોનાના કારણે ભરતી પરીક્ષા અટકી પડી હતી. શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેમાંથી 96231 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે.