મોરબી ભાજપના નેતાએ અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત, કોણ છે આ નેતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2020 01:18 PM (IST)
મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેનના પતિ હનુભાઈ કોળીએ ગળેફાંસો ખાધો છે. હનુભાઈ કોળી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચુક્યા છે.
મોરબીઃ જિલ્લા પંચાયત સદસ્યના પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેનના પતિ હનુભાઈ કોળીએ ગળેફાંસો ખાધો છે. હનુભાઈ કોળી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની આત્મહત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં પરીવાર શોકમગ્ન થઈ ગયો છે.