રાજકોટ: શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. મંત્રી લખેલ ગાડીમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા છે. પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે ભક્તિનગર પોલીસે તપાસ શરુ કરી છે. 

Continues below advertisement

ઘટનાની જાણ થતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે યુરીનલ બંધ કરવામાં આવતું હતું. યુરીનલમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઈ અને કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે.

GIDCમાં પ્લાસ્ટિકના કોથળામાંથી મળી યુવકની લાશ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદ્રા જીઆઈડીસી વિસ્તાર માંથી એક પ્લાસ્ટિકના કોથળામાંથી પોલીસને હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવી છે. મૃતક ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા મૃતકની પત્ની અને દીકરીઓએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.

Continues below advertisement

પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો ગઈકાલે સાંજના સમયે માંગરોળ તાલુકાના પીપોદ્રા જી આઈડીસીમાં આવેલ વિશ્વકર્મા નગરમાં ખુલ્લા પ્લોટમાંથી અતિશય દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આસપાસ તપાસ કરતા મૃતક નજીક રહેતો મૂળ ઓડિશાનો પરેશ ઉર્ફે નરેશ હોવાનું બહાર આવ્યું હતું. નરેશ ઉર્ફે પરેશ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે નજીકની જ બિલ્ડીંગમાં રહેતો હતો.

ઓડિશામાં થયેલી ત્રણ દુર્ઘટનામાં તેના પતિનું મોત થઈ ગયું છે

જોકે મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતા મૃતક પરેશના રૂમ પર તાળું લટકેલું જોવા મળ્યું હતું.  વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, વતન ઓડિશા ખાતે પોતાના સસરા મૃતકના પિતાનું મોત થયું હોવાનું કહી મૃતકની પત્ની અને દીકરીઓ સાથે વતન ઓડિશા ચાલી ગઈ હતી. જોકે વતનમાં તાપસ કરતા ત્યાંથી જાણવા મળ્યું કે જે સસરાનું મોત થયાનું કહીને મૃતકની પત્ની વતન ગઈ છે એ વ્યક્તિ તો જીવિત છે જ્યારે વતનમાં જઈ મહિલાએ એવું જણાવ્યું હતું કે ઓડિશામાં થયેલી ત્રણ દુર્ઘટનામાં તેના પતિનું મોત થઈ ગયું છે.

જોકે પોલીસને મૃતકના રૂમમાંથી મૃતકના હાથમાં બાંધેલી જેવી આબેહૂબ દોરી તેમજ જે કોથળામાં મૃતદેહ પેક કરવામાં આવ્યો હતો એવો આબેહૂબ કોથળો મળી આવ્યો છે. હાલ પોલીસને પ્રબળ આશંકા છે કે મૃતકની પત્ની અને દીકરીઓએ મૃતકની હત્યા કરી એના મૃતદેહને કોથળામાં પેક કરીને ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો છે. હાલ કોસંબા પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી તપાસ કરવાના શરૂ કરી દીધા છે.  સાથે સાથે કોસંબા પોલીસની એક ટીમ ઓડિશા જવા માટે પણ તૈયારી કરી રહી છે.