રાજકોટઃ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બુસ્ટર ડોઝ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ બુસ્ટર ડોઝ લીધો હતો. તેમણે કેન્દ્ર સરકારના નિણર્યને આવકાર્યો હતો. આ સાથે ફ્રન્ટલાઈન વોરયર્સની મહેનતને બિરદાવી હતી. આ સમયે તેમણે ચૂંટણી લડવાને લઈને પણ મોટો ધડાકો કર્યો હતો. 


વજુભાઇ વાળાએ પ્રધાનમંત્રી અને આરોગ્ય મંત્રીના વખાણ કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય ની સેવાને વખાણી. 2022માં ભાજપનો પતંગ જ ચગશે. જ્ઞાતિવાદના રાજકારણમાં માનનાર ક્યારેય આગળ વધતા નથી. પ્રજાના માનસ ઉપરથી ખબર પડે છે પ્રજાના ચૂંટણી પહેલા મૌન હોય છે. રાજ્ય સરકારના કામ પરથી કોનું શાસન આવશે તે ખબર પડે. હું હવે ચૂંટણી લડવાનો નથી. પાર્ટીમાં યુવા કાર્યકરોને સ્થાન મળવું જોઈએ. પાર્ટી ઇચ્છા પૂર્ણ કરે કાર્યકર કહેવાય. પહેલા કરતા રાજકારણ બદલાયું પણ લોકોની જીવન શેલી પણ બદલાઈ. ગમે તે થિયરી હોય પાર્ટી અને કામના થિયરી ચાલે છે. હું સાત વાર ચૂંટાયો મારા વિસ્તારમાં મારી જ્ઞાતી મતદારો વધુ નહતા.


તેમણે ચૂંટણી લડવા જેવી રાજનીતિથી દૂર રહેવાની સ્પષ્ટતા કરી હતી. વજુભાઈએ અપીલ કરી કે, એક ઉંમર પછી ચૂંટણી લડવાથી દરૂ રહી યુવાનોને મોક આપવો જોઇએ. જનતાને ખોટા વચનો આપી ગુમરાહ ન કરવાની પણ નેતાને સલાહ આપી હતી. ઠાલા વચનો આપી ચૂંટણી જીતવી હવે શક્ય નથી. જાતિવાદી થિયરી અપનાવી હવે જીતવું કોઈના માટે શક્ય નથી. જાતિવાદી રાજનીતિ લાંબી ચાલતી નથી. જાતિવાદ ભાજપમાં નહોતો, પરંતુ જાતિવાદનું અનુકરણ કરનારા હવે નહીં ચાલે.


યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત


રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે. રાજકોટમાં અત્યાર સુધીમાં બે ભાજપના મોટા નેતા અને એક યુવક કોંગ્રેસના નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.