રાજકોટ: ગુજરાતમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે, ત્યારે ફરી એકવાર ગુજરાત સરકાર સક્રિય થઈ છે. આજે કોરોના હોસ્પિટલમાં ગુજરાત સરકારના મંત્રી અને પ્રવક્તા જીતુભાઇ વાઘણીએ મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે રીક્ષામાં આવેલા દર્દીના ખબર અંતર પૂછયા હતા. હોસ્પિટલમાં સારવાર અંગે વિગતો જાણી હતી. કોરોના વોર્ડ અને ઓમીક્રોન વોર્ડની વ્યવસ્થાઓ જાણી હતી. હોસ્પિટલમાં બેડ અને અન્ય વ્યવસ્થાઓ અંગે મંત્રીએ માહિતી લીધી હતી. 


રાજકોટ આવેલા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે,  શહેર અને જિલ્લાની કોરોના બાબતે ઊંડાણ પૂર્વક ચર્ચા કરાઇ. 80 ટકા બાળકોને વેકસીન અપાઈ.6300 બેડ ઉપલબ્ધ છે. હોસ્પિટલાઈઝ દર્દી લગભગ નથી. દર્દીઓ  સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગની જિલ્લામાં 411 જેટલી ટિમો તૈયાર છે. જે ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરશે. તજજ્ઞો દ્વારા માહિતી મળી છે બાળકોને અસર ન થાય એ માટે ઠડા પીણાં પીવાનું ટાળે. હાલ તમામ વિભાગની તૈયારીઓ કરાઈ છે. આ ઘાતક નથી ઘર બેઠા સાજા થઈ શકાય છે પણ પરિકવ સન્સ લેવા જરૂરી છે. 800 વેન્ટિલેટર તૈયાર છે, 200 જેટલા રાજ્ય પાસેથી મંગાયા છે.


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 તબીબો અને 3 નર્સ કોરોના સંક્રમિત, 4 દર્દી ઓક્સિજન પર, જાણો વધુ વિગત



રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના કોરોના વોર્ડમાં દર્દની સંખ્યા વધી રહી છે. ચાર દર્દીઓ ઓક્સિજન  પર છે. રાજકોટ ની પારીજાત રેસીડેન્સી માં બઁગાળ થી આવેલ પરિવાર ના પાંચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાના હવે ૧૯૪ દર્દી હાલ સારવાર હેઠળ છે. બે દિવસમાં હોસ્પિટલાઇઝ્ડ દર્દીમાં ૫૦%નો વધારો થયો છે. ખાનગી હોસ્પિટલોમાં ૧૧૯, એસવીપીમાં 52  જ્યારે સિવિલમાં ૨૩ દર્દી સારવાર હેઠળ છે.


અમદાવાદમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રાહત, અમદાવાદ મ્યુનિએ કર્યો આ મહત્વનો નિર્ણય



કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં.સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.


કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં.
સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.