રાજકોટ: રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરૂવારે રમાઈ રહેલી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન શરમજનક ઘટના બની છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન એક મહિલા એન્કર દ્વારા ઉપસ્થિત મહેમાનોમાં હાજર ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની અટક ખોટી બોલાઈ જતાં મહિલા સાથે ધારાસભ્ય રૈયાણી અને તેના સાથી કોર્પોરેટર પીપળિયાએ અભદ્ર વર્તન કર્યું હતું.
મહિલાને સ્ટેજ પરથી નીચે બોલાવી બેફામ ગાળો ભાંડી હતી. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
ગુરૂવારે રાત્રે રાજકોટ-અમદાવાદ વચ્ચે મેચ હતી. આ મેચને જોવા માટે ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તૃપ્તી શાહ નામની મહિલા એન્કરિંગ કરી રહી છે. ગુરુવારની મેચ માટે મહેમાનોની યાદી તૈયાર થઈ હતી અને તે યાદી મુજબ એન્કર તૃપ્તી શાહે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સરનેમ રૈયાણીના બદલે પટેલ બોલી જતાં ધારાસભ્ય રૈયાણી અને વોર્ડ નં.4ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળિયા તૃપ્તી પર ગુસ્સે થયા હતાં. બન્નેએ તૃપ્તી શાહને સ્ટેજ નીચે બોલાવી તેની સાથે બહુ જ અભદ્ર વ્યવહાર કર્યો હતો.
જોકે વિવાદ વધતા જોઈ ત્યાં હાજર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને અન્ય આગેવાનો દોડ્યા થયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ વિવાદ વધતા અને ભૂલ સમજાતા બીજા દિવસે શહેર ભાજપના ટોચના આગેવાનોએ મહિલા એન્કર પાસે માફી માગી હતી. જોકે તૃપ્તી શાહ આ સમગ્ર ઘટનાથી હચમચી ગઈ હતી. અને ટૂર્નામેન્ટ અધવચ્ચેથી જ છોડીને અમદાવાદ જવા નીકળી ગઈ હતી.
ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા કોમેન્ટર સાથે કોઈ અજૂગતુ વર્તન કરાયું નથી. કોમેન્ટર દ્વારા 4 વખત અરવિંદ રૈયાણીના બદલે અરવિંદ પટેલે બોલાતા માત્ર ધ્યાન દોરાયું હતું. મારા હિતશત્રુઓ દ્વારા મને ખોટી રીતે બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે.
રાજકોટ: ગ્રાઉન્ડમાં ભાજપના કયા MLAએ મહિલા કોમેન્ટર સાથે અભદ્ર વર્તન કર્યું, જાણો વિગત
abpasmita.in
Updated at:
08 Jun 2019 09:01 AM (IST)
ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા કોમેન્ટર સાથે કોઈ અજૂગતુ વર્તન કરાયું નથી. કોમેન્ટર દ્વારા 4 વખત અરવિંદ રૈયાણીના બદલે અરવિંદ પટેલે બોલાતા માત્ર ધ્યાન દોરાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -