હાલ સમગ્ર રાજકોટમાં કોરોના બેકાબૂ છે ત્યારે કોરોનાની ઝપટમાં એક પછી એક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. આજે રાજકોટ 70 બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોવિંદ પટેલ અત્યારે પેટ્રીયા હોટલમાં કોવિડ સેન્ટરમાં આઈસોલેટ થયા છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ, સામાન્ય લક્ષણો હોવાથી ગોવિંદ પટેલ સ્ટાર સીનરજી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઇસોલેટ થયા છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું કે, થોડા લક્ષણો છે એટલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગોવિંદ પટેલને સામાન્ય લક્ષણો હોવાથી તેઓ સ્ટાર સીનરજી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, સી.આર. પાટીલ ખોડલધામમાં ભાજપના નેતાઓ સાથે ફોટો સેશન કરાવ્યું હતું તે દરમિયાન ગોવિંદ પટેલ પણ સાથે જોવા મળ્યાં હતા અને તેઓ હવે કોરોનાગ્રસ્ત થયા છે. ગોવિંદ પટેલ અત્યારે પેટ્રીયા હોટલમાં કોવિડ સેન્ટરમાં આઇસોલેટ થયા છે.
છેલ્લા 24 કલાકામાં કોરાનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 28ના મોત થયા છે. ખાનગી અને સિવિલના બંનેના થઈ 28 લોકોના મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ બાદ આંકડાઓ જાહેર કરાશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ, અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ એક્ટિવ કેસો છે.
સૌરાષ્ટ્રમાં ભાજપના કયા ધારાસભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો? કઈ જગ્યાએ થયા આઈસોલેટ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 01:02 PM (IST)
હાલ સમગ્ર રાજકોટમાં કોરોના બેકાબૂ છે ત્યારે કોરોનાની ઝપટમાં એક પછી એક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. આજે રાજકોટ 70 બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -