રાજકોટ: રાજકોટના નાનામવા રોડ પરના આવેલા TRP ગેમઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈને સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે. આ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા સાંજે 8 વાગ્યે શ્રદ્ધાંજલિ અર્પલ કરવામાં આવશે. 


ઈન્ડિયા ગઠબંધનના જણાવ્યા અનુસાર,  દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે અને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા કરે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે હૃદય પૂર્વકની અપીલ તથા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે 26ને રવિવારે રાત્રે 8:00 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે, બહુમાળી ભવન, રેસકોર્ષ રાજકોટ ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કેન્ડલ માર્ચ યોજાશે. 


આ કેન્ડલ માર્ચમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તેમજ સ્થાનિક તમામ અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેશે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર મિત્રોએ બહોળી સંખ્યામા સમયસર ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશ જોશીએ અનુરોધ કર્યો છે.


રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અકસ્માતમાં બાળકોના મોત અંગે ગુજરાત હાઈકોર્ટે સ્યંમ સંજ્ઞાન લઇને સુઓમોટો લીધું છે. કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂછ્યું છે કે આ વિસ્તારમાં ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી.


રાજકોટમાં ગેમિંગ ઝોનની ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. રાજકોટના ગેમિંગ ઝોનમાં બાળકો સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે હાઈકોર્ટે કહ્યું છે કે આ માનવસર્જિત આફત છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે. આ મામલે સોમવારે ફરી સુનાવણી થશે.


રાજકોટ ટીઆરપી ઝોનમાં ગુમ થયેલા લોકોની યાદી



  1. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)

  2. પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)

  3. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)

  4. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

  5. દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

  6. સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ.45)

  7. ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)

  8. અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)

  9. ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)

  10. હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)

  11. વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)

  12. કલ્પેશભાઈ બગડા

  13. સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા

  14. નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)

  15. સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)

  16. શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)

  17. જયંત ગોટેચા

  18. સુરપાલસિંહ જાડેજા

  19. નમનજીતસિંહ જાડેજા

  20. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)

  21. ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)

  22. વિરેન્દ્રસિંહ

  23. કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ.18)

  24. રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)

  25. રમેશ કુમાર નસ્તારામ

  26. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા

  27. મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)