TRP Game zone Fire: શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં (TRP Game zone) લાગેલી આગે એક નહિ પરંતુ 27 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ લાપતા છે. જેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ શકે છે.  આગ એટલી ભીષણ હતી કે, પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ એક મિનિટમાં આગે આખા ગેઇમ ઝોનને બાનમાં લઇ લીધું હતું અને બાદ બ્લાસ્ટ થતાં 27 લોકો આગમાં જીવતા સળગ્યાં. મૃતકમાં બાળકો અને યંગસ્ટર્સની સંખ્યા વધારે છે. હૃદયને હચમચાવી દેતી આ ઘટના પહેલાનો વીડિયો હાલ વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બાળકો યંગસ્ટર્સ ગેમઝોનમાં મોજ મસ્તી કરી રહ્યાં છે. કાર રાઇડિંગ સહિત અન્ય ગેઇમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ટીઆરપી ગેમ જોનમાં આગ લાગ્યા પહેલાનો હોવાનુ મનાય રહ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો ગેઇમ ઝોનમાં ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યાં છે. આવનાર ભયંકર આફતથી અજાણ લોકો ગેમ ઝોનમાં કિલ્લોલ કરતા નજરે પડે છે પરંતુ તેને ક્યાં ખબર હતી કે ક્ષણવારમાં કિલ્લોલ કરી આ દુનિયા ખાક થઇ જશે.                                                                                                 

  



શું છે સમગ્ર ઘટના


શનિવાર સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગ ક્યા કારણે લાગી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, એક મિનિટમાં આખા ટીઆરપી ગેમ જોનને તેને બાનમાં લઇ લીઘું અને એક મિનિટમાં જ 27 લોકો અંદર બળીને ખાક થઇ ગયા. આગ એટલી ભીષણ હતી કે, કોઇના મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ છે. ડીએનએ બાદ જ તમામ પરિજનને તેમના સ્વજનના મૃતદેહ સોપાશે. સમગ્ર ઘટનાને લઇએ એસઆટીની શરૂ થઇ છે. જિજ્ઞા બા જેવા અનેક પરિવાર છે. જે આંસુભરી આંખે તેના પરિવારની ભાળ મેળવા આતુર છે.