રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી અને એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને હવામાં ફંગોળ્યા હતા. કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે ફિલ્મી સ્ટંટના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જોકે, અકસ્માત પછી કાર ચાલકે કાર ઉભી રાખી નહોતી અને કાર ભગાડી મૂકી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.