રાજકોટના ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ હતી. કારમાં સવાર બંને યુવકોનો આબાદ બચાવ થયો હતો. કોઝવે પરથી પસાર થતા સમયે આ ઘટના બની હતી. ધોરાજીનાં શફુરા નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં બે યુવાનો સવાર હતાં અને તે લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર તણાઈ હતી.  ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરાકાવ થયો હતો. જૂનાગઢના માળિયા હાટીના પાણકવા ગામે દિલધડક ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યા બાદ શ્રી કૃષ્ણા ગૌશાળાની 18 ગાયો તણાઈ હતી. ગામના સેવાભાવી યુવકો નદીના પ્રવાહમાં કૂદ્યા હતા અને વહેતા પાણીના પ્રવાહમાં તણાયેલી ગાયોને પાણીમાંથી બહાર લાવ્યા હતા. જૂનાગઢના જટાશંકર ખાતે ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જટાશંકર પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન ગિરનાર પર્વતના ઉપરવાસમાં ભારે વરસાદથી પર્વત પરથી પાણીનો તેજ પ્રવાહ વહ્યો હતો. ગણતરીની મિનિટોમાં તો જંગલ વિસ્તારમાં ચારે કોર પાણી પાણી થતા પ્રવાસીઓ ફસાયા હતા.  ઘટનાની જાણ થતા વન વિભાગના સ્ટાફે રેસ્ક્યૂની કામગીરી કરી અને તમામનું સલામત રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા.

Continues below advertisement

ગુજરાતમાં વરસાદની આગાહી 

ગુજરાતમાં આગામી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન છે. બે સિસ્ટમ એક્ટિવ થઇ હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદનું અનુમાન છે. તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે. લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આગામી 27 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Continues below advertisement

બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયું છે. જેની અસરથી ગુજરાતમાં વરસાદ આવશે, ચોમાસાના લાંબા વિરામ પછી, 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક ઓછા દબાણનો વિસ્તાર બન્યો છે. જે ડિપ્રેશનમાં ફેરવાશે અને દેશના પૂર્વથી પશ્ચિમમાં ભારે વરસાદ લાવશે. ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદ લાવતી ઉપરાછાપરી બે સિસ્ટમ બનતાં વરસાદનું જોર વધશે. જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે મુંબઇ અને તેના આસપાસના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે