Char Dham Yatra: હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયા છે. આ દરમિયાન રાજકોટથી ચારધામની યાત્રીએ ગયેલા લોકોને ગંગોત્રી જતી વખતે અકસ્માત નડ્યો હતો.બે ટેમ્પો ટ્રાવેલરના એક સાથે અકસ્માત થયા હતા. એક ટેમ્પો ટ્રાવેલરે પલટી મારી તો બીજો ટેમ્પો ટ્રાવેલર ભેખડ સાથે અથડાયો હતો. દર્શનાર્થીઓને સામાન્ય ઇજાઓ હોવાથી નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. રાજકોટના વિમલ કાંબરીયાએ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.


ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકોના અભૂતપૂર્વ ધસારામાં અસર પામેલા ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી.


મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ત્વરાએ યોગ્ય પ્રબંધન માટે કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરને સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવશ્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક સાધીને યાત્રા માર્ગમાં અટવાયેલા ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ કાઢીને આગળની યાત્રા માટે પ્રસ્થાનની જરૂરી વ્યવસ્થાઓ અંગે વાતચીત કરી હતી. સ્ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર પણ આ અંગે જરૂરી સંકલનમાં રહ્યું હતું.


મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલના આ વિષયે ત્વરીત દરમ્યાન થવાથી ગુજરાત સરકાર સાથે સંકલનમાં રહીને ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્રએ આ યાત્રાળુઓ માટે યોગ્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ વ્યવસ્થાઓ હાથ ધરી છે.એટલું જ નહીં, ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની શરૂઆત પણ કરી દીધી છે.


યમુનોત્રીમાં વધુ એક હાર્ટ એટેકથી ગુજરાતી યાત્રીનું મોત થયું છે મૃતકની ઓળખ ગાંધીનગર (ગુજરાત)ના રહેવાસી સૂર્યકાંત ખમાર તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યકાંત ખમારનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. સૂર્યકાંત ખમાર જાનકીચટ્ટીથી થોડે દૂર સૂર્યકાંત (મૃતક વ્યક્તિ) અચાનક બિમાર પડી ગયા હતા, જેના કારણે તેમને બેભાન અવસ્થામાં જાનકીચટ્ટીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. જે બાદ પોલીસે પંચનામા કરી લાશ પરિવારજનોને સોંપી હતી.


આ પણ વાંચોઃ


ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ