CM વીજય રૂપાણી રાજકોટમાં પોતાના મત વિસ્તારમાં 6 ગરબીની લેશે મુલાકાત
abpasmita.in | 02 Oct 2016 06:31 PM (IST)
રાજકોટઃ રંગીલા શહેર રાજકોટમા કોઇ પણ તહેવારને લોકો મન મુકીને માણી લેતા હોય છે. યુવા હૈયાઓના તહેવાર નવરાત્રી હોય ત્યારે તો આ રંગીલા શહેરના જમાવટ અલગ જ હોય છે. આજકાલ નવરાત્રીમા આજે રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી આવી પંહોચ્યા છે. તેઓ આજે રાજકોટના અલગ અલગ છ ગરબીની મુલાકાત લેશે. મુબઇનુ ફેઇમ બાંબુ બીટ્સના સથવારે યુવા હૈયાઓએ ગરબાની જમાવટ કરી છે. તમે જોઇ શકો છો કે ગરબા આલ્બમ ફેઇમ ગાયીકા રુપલ દોશીના સથવારે રાજકોટના યુવા હૈયાઓ ગરબા રમી રહ્યા છે. રુપલ દોશી છેલ્લા અઢાર વષૅથી અમેરીકામા ગરબાની જમાવટ કરી રહ્યા છે. આ વર્ષે તેને રાજકોટના આજકાલ ગરબામા જમાવટ કરી છે. જેને સાભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.