Rajkot News: લોકસભા ચૂંટણીમાં રાજકોટથી કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ધાનાણી રાજકોટ પહોંચતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના બે જૂથ આમને સામને આવ્યા છે. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ગેરહાજર રહેલા નેતાઓ સાથે બંધબારણે બેઠકનો દોર શરૂ થયો છે. ડો.હેમાંગ વસાવડાના બંગલે બેઠકનો દોર શરૂ થયો છે. પરેશ ધાનાણી, ભીખું વાડોદરોયા,પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરા ત્યાં પહોંચ્યા છે. નારાજ નેતા હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રવીણ સોરાણી, અશોકસિંહ વાઘેલા, રણજીત મુંધવા સહિતના નેતાઓ બેઠકમાં હાજર છે. ચર્ચા મુજબ કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યામાં શરૂ થતાં જ વિવાદ થયો છે. એક જૂથની સ્પષ્ટ વાત છે કાર્યાલય ત્યાં ન ચાલુ કરવું જોઈએ.


ધાનાણીએ પત્રકાર પરિષધમાં શું કહ્યું


રાજકોટમાં પરેશ ધાનાણીએ ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર પત્રકાર પરિષદ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ધાનાણીએ પરશોત્તમ રૂપાલા નામ લીધા વગર જ પ્રંચડ પ્રહાર કર્યા હતા. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું હતું કે ભાજપના નેતા સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે અને બંધારણથી મળેલા દેશના લોકોના અધિકારને અંહકારની એડીએ કચડી રહ્યા છે. આથી રાજકોટના લોકો સત્તામાં બેઠેલા લોકોનો અંહકારને ઓગાળશે.


રાજકોટને ઈરાદાપૂર્વક રણમેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર રૂપાલાના નામ લીધી વગર જ પરેશ ધાનાણીએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર અને સંભવિત અને ભાવી પ્રતિસ્પર્ધી, પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે અને લોકો એવું માને છે કે સારા વાચક પણ હશે. તો હું નથી માનતો કે તેનાથી આવી ભૂલ થાય. આ ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકનું કૃત્ય છે.


રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ


રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ થઈ છે.  જાણીતા વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા સી-વીજીલ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અલગ અલગ અંદાજે 100 હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે. અલગ અલગ હોર્ડિંગ્સમાં મુદ્રણ અને પ્રકાશન લખવામાં આવ્યું નથી. 127 એ લોક પ્રતિનિધિ અધિનિયમ મુજબ સામાન્ય નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ રેસકોર્સ પહોંચ્યા હતા અને અલગ અલગ પાંચ જેટલા હોર્ડિંગ ઉતારવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપ સામે બૌદ્ધિક લડાઈ શરૂ કરવામાં આવી છે. આચાર સંહિતા વિભાગીય નોડલના અધિકારી રેસકોર્સ રિંગરોડ પર હોર્ડિંગ સુધારવા પહોંચ્યા હતા. હોર્ડિંગ્સમાં ક્યાંય મુદ્રણ અને પ્રકાશનનો ઉલ્લેખ નથી. ક્ષત્રિય આગેવાનોએ પૂછ્યું આ હોર્ડિંગ્સની મંજૂરી છે કે કેમ? અધિકારીઓ કંઈ બોલી શક્યા નહોતા.