રાજકોટઃ શહેરમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિના ધંધામાં કોંગ્રેસ આગેવાનનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના મહિલાના કોર્પોરેટના પતિ અને કોંગ્રેસ આગેવાન સામે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેહવ્યાપાર મુદ્દે ફરિયાદ થઈ છે. વેશ્યાવૃત્તિમાં કોંગ્રેસ આગેવાનનું નામ સામે આવતાં રાજકારણ પણ ગરમાયું છે.


આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના વોર્ડ નંબર-18ના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ સતુભા જાડેજાનું નામ વેશ્યાવૃત્તિનો ધંધો કરવામાં સામે આવ્યું છે. એ ડિવિઝન પોલીસે મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય તેમની સામે ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપીને ફ્લેટ પર કબ્જો મેળવ્યાની ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસે મયુરસિંહની અટકાયત કરી છે.

આજે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરાશે. આરોપી સામે અગાઉ પણ 15 જેટલા ગુના નોંધાયા છે.