27 નિર્દોષનો ભોગ લેનારા અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી થઈ નથી. આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીના ઘેરાવનો પ્રયાસ કર્યો હતો. ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર ઓફિસરના ઘેરાવના કાર્યક્રમમાં કોંગ્રેસે 25 મેના અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવકને પણ સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Continues below advertisement

NSUIના કાર્યકર્તાઓએ રસ્તા રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનથી વાહનોની લાંબી કતારો લાગી હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જીજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઈ, જેનીબેન ઠુમર, પાલ આંબલિયા, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતા.

વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અટકાયત કરી હતી. રાજકોટ પોલીસે ટિંગાટોળી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

Continues below advertisement

કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે SITના વડાને બદલવામાં આવે.  SITમાં નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓનો સમાવેશ કરાવવાની માંગ કરાઇ છે. આજના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર ઉપરાંત અમિત ચાવડા, સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ, કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના સૌરાષ્ટ્ર કોંગ્રેસના અને NSUIના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. એક તબક્કે તો રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો.  NSUIના પ્રમુખ એસટી બસ પર ચઢી જઈ વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.  કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોના ચક્કાજામ બાદ પોલીસ પણ એકશનમાં આવી હતી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી.