રાજકોટ: વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોગચાળાએ જાણે ભરડો લીધો છે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં રોગચાળા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશનર અને મેયર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.


રાજકોટમાં દિવાળી પહેલા રોગચાળાએ માજા મુકી છે. રોગચાળાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટ અને આગેવાનો ઉગ્ર રોષ સાથે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ એકત્ર થયા હતા.

કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે તંત્ર રોગચાળાને ડામવામાં નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો કર્યા હતા. ખુદ મેયર પણ રોગચાળાનો ભોગ બન્યા હોવાનું કોંગ્રેસી આગેવાનોઓ જણાવ્યું હતું.