Porbandar: પોરબંદર છાંયા નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વિવાદ વકર્યો છે. પાલિકાના સભાખંડને ભાજપ કાર્યાલય બનાવી દીધું છે. પ્રમુખ અને ઉપપ્રમુખનું મેન્ડેટ ભાજપ કાર્યાલયને બદલે પાલિકાના સભાખંડમાં અપાયું હતું. એટલું જ નહીં આ દરમિયાન ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને પણ સભાખંડથી દુર રખાયા હતા. મીડિયાને પણ સભાખંડથી બહાર જવાનું કહેતા રોષ ભરાયા હતા. ચૂંટણી કાર્યથી પત્રકારોને દુર રખાતા પત્રકારોમા રોષ ફેલાયો છે. સાથે જ કેટલાક સુધરાઇ સભ્યોમા પણ અસંતોષનો ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. આજ સાંજ સુધીમાં કેટલાક સભ્યોનો રોષ ખુલીને બહાર આવે તેવી શક્યતા છે.


ભારતીય જનતા પાર્ટીનાં પોરબંદર જિલ્લા પ્રભારી શપ્રદીપભાઈ ખીમાણી અને પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ)ની ઉપસ્થિતિમાં પોરબંદર - છાયા નગરપાલિકાનાં હોદેદારોને વિહિપ આપવામાં આવેલ છે. જે અનુસાર પોરબંદર-છાયા  નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતનાબેન ગીરીશભાઈ તિવારી, ઉપ પ્રમુખપદે મનીષભાઈ કરશનભાઇ શિયાળ અને ચેરમેન તરીકે દિલીપભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી છે.