રાજકોટઃ રાજકોટમાં પાંચ લાખની લાંચ લેતા ઝડપેલા કેન્દ્રીય અધિકારી જાવરીમલ બિશ્નોઈનું મોત થયું છે.ગઈકાલે DGFT એટલે કે, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ઓફિસર જાવરીમલ બિશ્નોઈને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇએ ઝડપી લીધા હતા. રાજકોટના ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલા ડીજીએફટી ઓફિસના ચોથા માળે ઓફિસ સીલ કરી સીબીઆઇએ ઝડપી લીધા હતા.


જો કે આજે સવારે તેઓ શંકાસ્પદ હાલતમા મળી આવ્યા હતા. બાદમાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે સીબીઆઇના અધિકારી પર મૃતક અધિકારીના સગાએ આરોપ લગાવ્યો હતો. જો કે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Rajkot: પિતાએ મોબાઇલ લેવાની ના પાડતાં બાળકી ઘરેથી રિસાઈને નીકળી ગઈ, હોટલના કર્મચારીએ કર્યું એવું કે....


Rajkot News: રંગીલા રાજકોટમાં લાલબતી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી બાળા છાત્રા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પિતાએ મોબાઈલ લેવાની ના પાડતાં રિસાઈને છાત્રા ઘરેથી નીકળી ગઈ હતી. હોટલના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છાત્રાની મજબૂરીનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. હોટેલમાં આ કૃત્ય આચરતા ગૌતમની સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી અટકાયત કરી છે.


રાજકોટમાં માસૂમ બાળકી સાથે અડપલાની ઘટના પણ સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી સાથે પાડોશી શખ્સે કર્યા શારીરિક અડપલા કર્યા હતા. પાલતું બિલાડી અગાસીએ જતાં બાળકી લેવા માટે ગઈ હતી, જ્યાં પાડોશમાં રહેતા શખ્સે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા માતા ઉપર આવ્યા હતા, જેથી શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.માતાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે એઝાજ અંસારી નામના આરોપીની અટકાયત કરી હતી.


ભાવનગરના રાજપરા રેલવે સ્ટેશન પાસે પ્રેમી પંખીડાએ ટ્રેન સામે પડતું મૂક્યું


ભાવનગરના રાજપરા રેલવે સ્ટેશન પાસે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. સિહોર નજીકના રાજપરા ગામે યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. બંને મૃતક સગીર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને સગીર પ્રેમી પંખીડા એક જ ગામના હોવાનું સામે આવ્યુ છે. બંનેની લાશને પીએમ અર્થે સિહોર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરાના જરોદ પાસે આમલીયારા ગામમાં રહેતી યુવતી રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ ગયા બાદ તેની લાશ સમા કેનાલમાંથી મળી હતી.  આમલીયારા ગામમાં રહેતી ૧૯ વર્ષની પ્રેરણા ખરગપાલ શર્મા આજવારોડ ખાતે આવેલી નિર્મલા ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં દોઢ વર્ષથી નોકરી કરતી હતી. ત્રણ દિવસ પહેલા નોકરી પર જવા માટે નીકળ્યા બાદ પરત ફરી ન હતી જેથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો પત્તો નહી મળતાં જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રેરણા ગુમ થઇ હોવાની ફરિયાદ આપવા ગયા હતાં પરંતુ ત્યાંથી પોલીસે શહેર પોલીસમાં પરિવારજનોને મોકલતા બાપોદ પોલીસે ગુમ થઇ હોવાની નોંધ કરી હતી. દરમિયાન સમા કેનાલમાંથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશની ઓળખ માટે ફતેગંજ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતાં તેની જાણ પરિવારને થતાં પરિવારના સભ્યો લાશને ઓળખવા માટે દોડી ગયા હતાં અને પ્રેરણાની લાશને ઓળખી કાઢી હતી. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતાં કે મૃતકની એક યુવાન સાથે મિત્રતા હતા અને તેની સાથે તે ગયા બાદ આ ઘટના બની હોવાની શંકા છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.