Corona Virus: શહેરમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. અમેરિકાથી આવેલા યુવાન સહીત ત્રણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક વૃદ્ધ અને યુવતીના સંક્રમણને લઇ તપાસ કરવામાં આવી રહી છે. રેસકોર્સ પાર્કમાં રહેતો યુવાન તાજેતરમાં જ અમેરિકાથી પરત આવ્યો હતો. નોંધનિય છે કે, ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ચોથી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે.


દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો આજની સ્થિતિ


Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા.  


એક્ટિવ કેસ કેટલા છે ?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 17,692 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,214 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,79,693 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,32,94,864 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,58.119 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? 


જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.


ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.


રસીકરણ પર મૂક્યો ભાર


ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.