અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. બગસરાના વિજય ચોક વિસ્તારની 51 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગત 10 તારીખે મહિલા અમદાવાદથી બગસરા આવ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ છે. તેમજ 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે, જ્યારે 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે અને હાલ 12 એક્ટીવ કેસ છે. બગસરાના વિજય ચોક વિસ્તારને કંટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
આજે બોટાદના કાનીયાડ ગામે કોરોના એક કેસ પોઝિટિવ કેસ આવ્યો છે. 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા બે દિવસ પહેલા મુંબઈથી આવેલ હોવાનું બહાર આવ્યું છે. સારવાર માટે ભાવનગરની સર-ટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 67 કેસો થયા છે. જેમાંથી બે લોકોના મોત થયા છે. જ્યારે 57 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 8 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.