રાજકોટ: રાજ્યમાં પહેલા લોકડાઉનની કળ વળી નથી ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. રાજકોટ (Rajkot)માં પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર એસોસિએશન દ્વારા દુકાનો ખોલવાની મંજૂરી માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. 



એસોસિએશનની માંગ છે કે, રાજકોટમાં નિયમોને આધીન વેપારીઓને દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે. રાજકોટમાં 225 જેટલા પેન્ટ્સ અને હાર્ડવેર ના વેપારીઓ છે. લોકડાઉન જેવી સ્થિતિના કારણે નાના વેપારીઓનો કફોડી સ્થિતિ થઇ છે. હાર્ડવેર અને કલર કામ સાથે જોડાયેલ મજૂરો કે કારીગરોની હાલત કફોડી થઈ છે. નાના લોકોનો પણ કારણે રોજગારી છીનવાઈ ગઈ છે.  એવામાં સરકાર દિવસમાં અમુક કલાક માટે દુકાનો ખુલી રાખવાની મંજૂરી આપે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


 

ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા છહતા. જ્યારે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો હોઈ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ મૃત્યુ નોંધાયા હતા. જો કે બીજી બાજુ હાલ રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે.
કોરોનાના કેસ ઘટવા સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે પરંતુ બીજી બાજી વેન્ટિલેટર પરના ગંભીર દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ રાજ્યમાં ૮૦૪ દર્દી વેન્ટિલેટર પર છે અને પ્રથમવાર રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી વેન્ટિલેટર પરના નોંધાયા છે.


છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાની ગત થોડી મંદ પડી છે.કોરોનાના નવા કેસ ૧૧ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.નવા કેસોમાં મોટો વધારો નોંધાતો નથી.જ્યારે રીકવરી રેટ પણ હવે ૮૦ ટકાથી વધુ નોંધાયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે  કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા વધી રહી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે ૧૦૦ની આસપાસ પહોંચી ગયો છે.