Cotton Price Fall: બોટાદમાં ગઢડા પંથકના કપાસ પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે 1700 રૂપિયા જેટલો કપાસનો ભાવ હતો. પરંતુ હાલ 1300થી1400 રૂપિયાનો ભાવ છે. જેથી ખેડૂતોમાં ચિંતામાં છે. કારણે કે બોટાદ જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતી સાથે જોડાયેલા છે. જેમાં સૌથી વધુ કપાસના પાકનું ખેડૂતો વાવેતર કરે છે.


આ વર્ષે વધુ વાવેતર હોવા છતાં કમોસમી વરસાદના કારણે પાકના ઉત્પાદન માં પણ ઘટાડો થયો છે. ત્યારે ચાલુ વર્ષ દરમ્યાન ભાવ નહિ મળતા હાલ તો ખેડૂતોમાં કપાસ વેચવાને લઈ નિરાશા જોવા મળી રહી છે. ઉગામેડી ગામમા 50 હજાર મણથી પણ વધુ કપાસ ખેડુતોના ઘરમાં તેમજ ગોડાઉનમાં પડ્યો છે. કારણે હાલ કપાસના ભાવ ખેડૂતોને પોષય તેમ નથી.


ખેડૂતોનું કહેવું છે કે કપાસની ખેતીમાં હાલ બિયારણ, ખાતર, દવા અને મજુરી કામ સહિત 1500 રૂપિયાની આસપાસ ખર્ચ થતો હોય છે. જેની સામે હાલમાં મળતા ભાવના કારણે નુકશાન વધુ થાય તેમ છે. ખેડૂતોની માંગ છે કે જો 1700થી 1900 રૂપિયાનો જો ભાવ મળે તો જ ખેડૂતોને પોષાય તેમ છે.


નોંધનીય છે કે, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) એ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં જામનેર, શેંદુર્ની, પચોરા અને બોદવડ ખાતે ચાર કેન્દ્રીય કપાસ પ્રાપ્તિ કેન્દ્રો ખોલ્યા છે. આ કેન્દ્રો શરૂ થયાને ઘણાં દિવસ વીતી ગયા છે, પરંતુ ખેડૂતો ભાવ વધારાની રાહ જોઈ રહ્યા હોવાથી આ કેન્દ્રો પર કપાસનો જરૂરી જથ્થો આવતો ન હોવાનું જોવા મળી રહ્યું છે. આથી આ કેન્દ્રો આના કારણે બંધ થશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં કપાસના ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતો ચિંતિત છે. કપાસ વેચવાને બદલે તેઓ તેનો સંગ્રહ કરી રહ્યા છે.


જો કે, ખેડૂતોને રાહત આપવા માટે, CCIએ કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખરીદી માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાજ્યમાં 78 કપાસ સંગ્રહ કેન્દ્રો શરૂ કર્યા છે. પરંતુ એવું જોવા મળે છે કે આ કેન્દ્રો તરફ ખેડૂતોનો ઝુકાવ નથી. એકલા જલગાંવ જિલ્લામાં ચાર કેન્દ્રો છે અને ખેડૂતો કપાસ લાવતા ન હોવાથી તમામ CCI કેન્દ્રો પર કપાસની અછત છે.


CCI કેન્દ્રોમાં કપાસની આવકમાં ઘટાડો થવા માટે બે-ત્રણ કારણો આપવામાં આવી રહ્યા છે. એક તરફ, ખેડૂતો ફરિયાદ કરે છે કે તેઓ કપાસ ખરીદ કેન્દ્ર પર ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોઈપણ રીતે, ખેડૂતોએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે, કારણ કે આ વર્ષથી કપાસની ખરીદી ઓનલાઈન કરવામાં આવશે. બીજી સમસ્યા એ છે કે જ્યારે સીસીઆઈ દ્વારા કપાસનો ભાવ રૂ. 7 હજાર 200 આપવામાં આવે છે ત્યારે ખેડૂતોને કપાસના વેચાણની રકમ 15 થી 20 દિવસ પછી મળે છે.