રાજકોટ: શહેરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ નોટો કોલેજમાં અભ્યાસ કરતા બે યુવકો પાસેથી મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીકાળમાં અભ્યાસના બદલે યુવાનો આવી ગેરકાયદે પ્રવૃતિમાં જોડાતા માતા પિતા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે બે વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. આ વિદ્યાર્થીઓમાંથી એક ગાર્ડી કોલેજ અને બીજો આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હોવાની વાત સામે આવી છે. ગાર્ડી કોલેજના કિશાન પાંચાણી અને આત્મીય કોલેજના અવેશ ભોરની પોલીસે અટકાયત કરી છે. આ બન્ને પાસેથી 1 લાખની 500 વાળી નોટ યુનિ. પોલીસે કબ્જે કરી છે. કોલેજમાં મોજ શોખ કરવા ડુપ્લિકેટ નોટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ, જાણો ક્યાંથી લાવ્યાં હતા ડ્રગ્સ
મહેસાણા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા જિલ્લાના વડું મથક ઊંઝા શહેરમાંથી પોલીસે 30 લાખના  MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. ભૂરારામ ગોદારા અને અન્ય એક સગીર વયનો બાળક સાથે મળી  ઊંઝા શહેરમાં MD ડ્રગ્સઉ વેચાણ કરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી મહેસાણા અને પાટણ જિલ્લામાં સપ્લાય  કરતાં હતા.ઊંઝામાં ચાલતા ડ્રગ્સના વેચાણ અંગે મહેસાણા SOG  પોલીસને  બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે ઊંઝાની બંધ  ફેકટરીમાં રેડ કરી એક રૂમમાંથી 30 લાખના MD  ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને   ઝડપી પાડ્યા છે.


પોલીસ તપાસ સામે આવ્યું છે કે રાજસ્થાન સતારામ અને ખેતરામ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો વેચવા આપેલ અને સાથે આ યુવાનોને ચાર મોબાઈલ પણ આપેલ. મોબાઈલ પર ડ્રગ વેચવાની સૂચના મળ્યા બાદ આ બંને યુવાન ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરવા જતા હતા. પોલીસે   ચાર મોબાઈલ સાથે  30 લાખનો ડ્રગ્સનો જથ્થો અને  બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું કેવી રીતે?