Rajkot: રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટર ચેતેશ્વર પુજારા સાળાનું નામ જીત પાબારી છે. તેણે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ સારવાર મળે તે પહેલા જ જીત પાબારીનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ હોસ્પિટલે જીત પાબારીને તબીબે મૃત જાહેર કર્યો હતો. હાલમાં જોકે પાબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગયા વર્ષે પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે, જીતે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
નોંધનિય છે કે, ચેતેશ્વર પૂજારાનો સાળો જીત પાબારી અમીન માર્ગ ખાતે રહે છે અને ત્યાં જ તેમના નિવાસસ્થાને તેણે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થયા બાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે,હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
તો બીજી તરફ એક વર્ષ પહેલાં જીત પાબારીની પૂર્વ મંગેતરે ફરિયાદ નોંધવા હતી. જેમાં જીત પાબારીનું નામ લખ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2014માં ફેસબુકમાં જીત પાબારીએ ફેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ અમે વાતચીત શરુ કરી હતી. જે દરમિયાન જીત પાબારીએ એમ કહ્યું હતું કે, તું મને પસંદ છો. ત્યાર પછી બંને પરીવારના લોકો લગ્ન માટે પણ સહમત થયા હતા અને 8 ઓકટોબર, 2021ના બંનેના પરિવારજનોની મંજૂરીથી ગોળધાણાની વિધિ કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 2022ના રોજ બંનેની સગાઈ કરવામાં આવી હતી.
જો કે, મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી પર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. સગાઈ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતા. જેથી તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જીતની પૂર્વ મંગેતરે 26 નવેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જોકે, જીતે આત્મહત્યા કયા કારણે કરી તે હજુ રહસ્ય છે.