રાજકોટઃ ગુજરાત પરથી તૌકતે વાવાઝોડું (Cyclone Tauktae) પસાર થયા બાદ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. ગુજરાતના જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે વાવાઝોડું ફૂંકાયાના ત્રણ દિવસ બાદ પણ 1822 ગામો અને 10 શહેરમાં હજુ પાવર સપ્લાય થયો નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં 74821 વીજ થાંભલા પડી ગયા છે.

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પીજીવીસીએલને (PGVCL) થયું છે અને કેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો તેના આંકડા પણ બદલી રહ્યા છે. 17મીએ 844 ગામો, 18મીએ 2771 ગામો અને 19મી મેના રોજ 5263 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હજુ 1822 ગોમાં વીજળી નથી, જે આજે સાંજ સુધીમાં પહોંચતી કરવામાં આવી શકે છે.

ભાવનગરના ચાર શહેરો અને અમરેલીના 6 શહેરોમાં હજુ અંધારપટ છે. ઉના, ગીર ગઢડા, અમરેલી, જાફરબાદ, રાજુલા પંથકના ગામોમાં હજુ પાવર સપ્લાયનો કોઈ અતો પતો નથી. હજુ આ વિસ્તારોમાં પાવર સપ્લાય માટે સર્વે ચાલી રહ્યો છે.

Continues below advertisement

ગુજરાતને એક હજાર કરોડની સહાય

વાવાઝોડાને પરિણામે ભારે તારાજી સહન કરનાર ગુજરાતને તાત્કાલિક રૂ. ૧,૦૦૦ કરોડની નાણાકીય સહાય આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી. ચક્રવાતની અસરનો ભોગ બનેલા ગુજરાત સહિતના રાજ્યોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. ૨ લાખની અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. વાવંટોળથી ગુજરાતમાં વાસ્તવમાં કેટલું  નુકસાન થયું છે તેનું આકલન કરવા કેન્દ્રના આંતર-મંત્રીમંડળીય ટીમને ગુજરાત મોકલશે. ત્યારબાદ તેના અહેવાલને આધારે વધારે સહાય આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. 

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યએ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી, રાજ્યમાં પણ વધી રહ્યો છે કહેર