રાજકોટ: દિવાળીના તહેવારમાં રાજકોટમાં રોગચાળો વકર્યો છે.  પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.  ગત સપ્તાહમાં શરદી ઉધરસના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. 

Continues below advertisement

જ્યારે ડેંગ્યૂના 11, ચીકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે.  આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.  ખાનગી ક્લિનિક અને હૉસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 

સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો

અમદાવાદમાં નવેમ્બર મહિનાની શરુઆતમાં જ  પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ 114 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 10 સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે.  

વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ

રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. રાજ્યના મહાનગરોમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. 

મહાનગરોમાં રોગચાળાના કેસમાં સતત વધારો

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ અચાનક રોગચાળામાં વધારો થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સુરત શહેરમાં પણ દિવાળીના તહેવાર બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. વડોદરામાં પણ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે.  રાજ્યમાં અચાનક રોગચાળો વકરતા તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.  

Join Our Official Telegram Channel:https://t.me/abpasmitaofficial