રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામમાં આડા સંબંધોમાં ખૂની ખેલ ખેલાયો હતો. આ ગામમાં પત્ની પોતાના પ્રેમી સાથે શરીરસુખ માણી રહી હતી આ દરમિયાન પતિ જોઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા પતિએ લાકડાના ફટકા મારીને પ્રેમીને લોહીલુહાણ કરી નાખ્યો અને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પ્રેમી સાથે કારખાનામાં એકાંત માણતી હતી પત્ની
અહેવાલ અનુસાર, લખન વાસકેલાના સંગીતા સાથે લગ્ન થયા હતા. જોકે સંગીતાને સંજય સોલંકી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંને અવારનવાર એકાંતમાં મળતા હતા. સંગીતાના ભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, 14 નવેમ્બરે સાંજે 5 વાગ્યે સંગીતા અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસેના એક કારખાનામાં મળ્યા હતા અને અહીં બંને શરીર સુખ માણી રહ્યા હતા. આ દરમિયાન જ સંગીતાનો પતિ લખન ત્યાં પહોંચી ગયો. પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈને ચોંકી ઉઠેલા લખને ત્યાં પડેલા લાકડા લઈને પત્ની અને તેના પ્રેમીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
લાકડાના ફટકા મારતા મોત નિપજ્યુ
ઉશ્કેરાયેલા પતિએ સંજયને માથાના ભાગે લાકડાનો ફટકો મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પત્ની સંગીતાને બેફામ લાકડાના ફટકા મારતા તેનું મોત નિપજ્યું હતું. આમ પ્રેમ સંબંધમાં પત્નીનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મૃતક સંગીતાના ભાઈએ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદના આધારે પોલીસે આરોપી લખનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાંજના પાંચ વાગ્યાના અરસામાં સંગતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા અને બન્ને દેહસુખ માણવામાં મગ્ન હતાં. એ વખતે પતિ ત્યાં આવી પહોંચ્યો હતો, અને પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા ગુસ્સે ભરાયો હતો અને પાસે રહેલા બાવળાના લાકડા વડે એ હદે માર માર્યો કે પત્નીના પ્રેમીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી તરફ પત્નીનો જીવ ના જતો રહે ત્યાં સુધી તે લાકડાના ફટકા મારતો રહ્યો, આખરે તેણે તેની પત્નનીને મોતને ઘાટ ઉતારી દીધી.