રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલમાં એક મારામારીને કારણે ચર્ચામાં છે. રાજકોટમાં દેવાયત ખવડે એક યુવકને માર માર્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં દેવાયત ખવડ ફરાર છે. હવે માહિતી સામે આવી છે કે, દેવાયત ખવડે ધરપકડથી બચવા આગોતરા અરજી મૂકી છે. રાજકોટ કોર્ટમાં આગોતરા અરજી રજુ કરી છે. તમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. સર્વેશ્વર ચોકમાં થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ હજુ દેવાયત ખવડને શોધી શકી નથી. 

Continues below advertisement

ભૂપેંદ્ર પટેલ સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.  ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના બાદ સાંજે ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. કુબેર ડિંડોરને રાજ્યના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. કુબેર ડિંડોરને આદિવાસી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો છે. 

1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી2 કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ3 ઋષિકેશ પટેલ - આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી4 રાઘવજી પટેલ - કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ5 બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર6 કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા7 મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ8 કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ9 ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા

Continues below advertisement

10 હર્ષ સંઘવી -  ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ 

11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન13 બચુભાઈ ખાબડ - પંચાયત અને કૃષિ14 મુકેશ પટેલ - વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ16 ભીખુસિંહ પરમાર -  અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર

ગુજરાત સરકારની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ૧૦ થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત ભાજપા શાસિત રાજ્યોના અને એન.ડી.એ. સમર્થિત પક્ષોના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

 ભૂપેન્દ્ર પટેલ સરકારના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ?

 ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા.  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે.