ધોરાજીઃ ગુજરાતમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ધોરાજી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને  આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હિન્દુ યુવતીને મુસ્લિમ યુવકે પોતે અપરિણીત હોવાનું કહી ફસાવી હતી. આ પછી લગ્ન કરવા ઇન્સ્ટાગ્રામમાં કલમા મોકલી ધર્મપરિવર્તન કરવા દબાણ કરે્યું હતું. એટલું જ નહીં, યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


ધોરાજી પોલીસે જણાવ્યું કે,  આ અંગે આરોપી મોહમ્મદ ઉર્ફે ડાડો ગનીભાઇ સમા (રહે. રાધાનગર ઉપલેટા રોડ) વિરૂદ્ધ આઇપીસી કલમ-૩૭૬(ર)(એન),૫૦૬(૨) તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય(સુધારા) અધિનિયમ-૨૦૨૧ની કલમ ૪ મુજબ ગુનો નોંધાયો છે. 


યુવતીને આરોપી મોહમ્મદ ઉર્ફે ડાડોએ પોતે અપરણીત હોવાનું જણાવી યુવતીને ઇસ્લામ ધર્મ મુજબ ધામક કલમા ઇન્સ્ટાગ્રામમાં મોકલી પઢાવ્યા હતા.  આ પછી રૂબરૂમાં મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લીમ ધર્મ અંગીકાર કરી લેવા કહ્યું હતું. યુવતીને લલચાવી, ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કર્યું હતું. તેમજ યુવતીને લગ્નની લાલચ આપી હતી અને તેની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ધોરાજી પોલીસે આરોપી ગુનો નોંધ્યો હતો. જેની તપાસ જેતપુરના ડેપ્યુટી એસપીને સોંપાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 


Dahod : યુવતીને નગ્ન કરીને તેના ખભા પર યુવકને બેસાડીને કરાવી ગામમાં પરેડ, કારણ જાણીને ચોંકી જશો 

દાહોદઃ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને અન્ય પુરુષ સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો સાથે યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વિડિયોમાં મહિલાને નગ્ન કરી માર મારવામાં આવી રહ્યો છે. માનવતાને પણ શરમાવે તેવો વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાના ખબા પર પુરુષને બેસાડી ગામમાં ફેરવવામાં આવી હતી. 


મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવા આક્ષેપો સાથે જાહેરમાં મહિલાને નગ્ન કરી માર માર્યો હતો. વિડિયો વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ સામે પગલાં લેવા લોકોની માંગ ઉઠી હતી.  આ વીડિયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો  હોવાનું પોલીસ તપસમાં બહાર આવ્યું છે. 


ધાનપુર પોલીસે વિડિયોના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 6 લોકોને હસ્તગત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.