રાજકોટ: ગુજરાત બીજેપીના વધુ એક ધારાસભ્ય વિવાદમા આવ્યા છે. વધુ એક લેટરકાંડે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયા અંગે લેટર વાયરલ થયો હતો. જેના કારણે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. હવે ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનો લેટર વાયરલ થતા હડકંપ મચ્યો છે. લેટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે,  ભ્રષ્ટાચારે માજા મૂકી હોઈ કાર્યકરોને બચાવવા માંગણી.

Continues below advertisement

ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થતા અનેક રાજકારણ ગરમાયું છે. ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાના મળતીયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાકટરથી લઈ મોટા કોન્ટ્રાકટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના મળતીયા દ્વારા પોલીસ સ્ટેશન, PGVCAL એન્જીનીયર પાસેથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી, મામલતદાર પાસેથી, ડેપ્યુટી કલેકટર પાસેથી હપ્તા લેતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ થયા ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

Continues below advertisement

આ લેટર અંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની પ્રતિક્રિયા

આ લેટરકાંડ અંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપમાંથી જ કોઈએ પત્રિકા વાયરલ કર્યાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું કે, નગરપાલિકાની ચૂંટણી સમયે બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. મને બદનામ કરવાનું ષડયંત્ર છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

અમરેલીમાં પણ સામે આવ્યો હતો લેટરકાંડ

આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.