રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે.


રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે.રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે. મૃતક મૂળ નખત્રાણા પંથકના વતની હતા અને  બોર્ડર વિંગ બટાલિયન-2 માં સી કંપનીમાં ફરજ બજાવતા હતા.રાજકોટમાં રોજે રોજ 1 કે 2 વ્યક્તિના હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.


અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.


છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત


તારીખઃ 15 ઓક્ટોબર 2023



સ્થળઃ ઈચ્છાપોર, સુરત


માતાજીની મૂર્તિ લઈને પરત


ફરતા સમયે હાર્ટ એટેકથી મોત


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ પાદરા


યુવક ઓચિંતા ઢળી પડ્યો


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ ગોધરા


શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ


બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર


મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ


ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ વડોદરા


કારેલીબાગના 26 વર્ષીય યુવકનું


હાર્ટ એટેકથી નિધન


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ ઓલપાડ


42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર


બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત


સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને


છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો


તારીખઃ 10 ઓક્ટોબર 2023


સ્થળઃ જામનગર


ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા


દરમિયાન હાર્ટ એટેક આવતા મોત


તારીખઃ 5 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત


પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય


યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન


તારીખઃ 25 સપ્ટેમ્બર 2023


સ્થળઃ જામનગર


ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને


હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત