Rajkot Lokmelo: સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે વરસાદને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસથી સતત મેઘરાજા રાજકોટને ઘમોરોળી રહ્યાં છે. રાજકોટના અનેક રસ્તા, બ્રીજ અને સોસાયટીપાણીમાં ગરકાવ થઇ ગઇ છે. લોકમેળો પણ જળમગ્ન થઇ જતાં આખરે સાતમ આઠમનો મેળો બંધ કરવાનો નિર્ણય લીધો છે, આગામી 5 દિવસ પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટના મેળો બંઘ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોલ ધારકોને આર્થિક નુકસાન ન વેઠવું પડે માટે સ્ટોલ ધારકોએ  ભરેલી રકમ પરત આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, ધારાસભ્ય ઉદય કાનગડે સમગ્ર સ્થિતિ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાતચીત કરી હતી. ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઈડ્સ સંચાલકોએ કલેક્ટરને રકમ પરત કરવા અપીલ કરી હતી. જે માન્ય રાખીને રકમ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજકોટમાં હાલ કલેકટરે  મેળો કેન્સલ કરીને દરેક સ્ટોલ ધારકને અને રાઇડ્સના સંચાલકોને  રકમ પરત કરવાની બાંયેધરી આપી છે. ધારા સભ્ય  ઉદય કાનગડના દ્વારા બધા વતી રજુઆત  કરતા કલેકટર એ મેળો બંધ કરી બધા સ્ટોલ ધારક અને ચકડોળ વાળા ને ભરેલી સંપૂર્ણ રકમ પરત કરી દેશે. આ નિર્ણયથી રાઇડ્સના સંચાલકો અને સ્ટોલ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.


રાજકોટમાં બ્રીજ રસ્તા જળમગ્ન


રાજકોટમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા જળમગ્ન થતાં કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.  રાજકોટમાં રેલનગર અંડર બ્રિજોમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. અનેક સોસાયટીના આસપાસ પાણી ભરાતા  સોસાયટીના રસ્તા પણ જળમગ્ન બન્યા છે. રેલનગર ,પોપટપરા રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર સહિતના વિસ્તારની સોસાયટીઓામાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં અનરાધાર વરસાદથી માધાપર ચોકડી પર કેડ સમા  પાણી ભરાયા છે. અહીં રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ  ઘુંટણસમા પાણી ભરાયા છે. અતિભારે વરસાદને પગલે મનપાએ ત્રણ બ્રિજ બંધ કર્યાં છે.


રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ન્યારી-2 ડેમની જળસપાટી વધતાં 10  દરવાજા ખોલવામાં આવ્યા છે.  ન્યારીના દરવાજા ખોલાતા નદીના પટના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. પડધરીના નીચાણવાળા ગામમાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપલેટાના મોજીરા નજીકનો મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજ ડેમના 24 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યાં છે.  ડેમના દરવાતા ખોલવા ઉપલેટા સહિતના મોજીરા, ગઢાળા ગામને કરાયા એલર્ટ કરવાાં આવ્યાં છે. ખાખી જાળીયા, સેવંત્રા, નવાપરા,કેરાળા ગામને  એલર્ટ કરવામાં આવ્યાં છે. મોજ નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસનને સૂચના આપી છે. 


આ પણ વાંચો


Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી